ફોર્મ સબમિટ કરો અને ₹૫૦૦ ભરો
શ્રી સન્માર્ગ પરિવાર આયોજિત
મદદ

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ:

શ્રીમદ્ આત્મ-કમલ-વીર-દાન-પ્રેમ-રામચંદ્ર-મહોદય-લલિતશેખર-પુણ્યપાલ-હેમભૂષણ-ગુણયશસૂરિભ્યો નમ:


શ્રી સન્માર્ગ પરિવાર આયોજિત

સર્વવિરતિના આસ્વાદની આંશિક ઝાંખી કરાવતી દેશવિરતિની ઉત્તમ આરાધના સ્વરૂપ

સર્વવિરતિનું પ્રવેશદ્વાર ઉપધાન તપ

મુંબઈ મહાનગરના પ્રવેશદ્વાર સમા બોરિવલી વિસ્તારમાં ૧ લાખ સ્કે.ફૂટના વિશાળ શમિયાણામાં

પાવનકારી નિશ્રા : સૂરિરામચંદ્ર-સૂરિગુણયશ પરમકૃપાપાત્ર, ૧૦૦૦૦થી અધિક આરાધકોને ઉપધાન તપની સફળ આરાધના કરાવનાર, વિશ્વહિતચિંતક, પ્રવચન પ્રભાવક પૂ.આ.શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા આદિ દ્વિશતાધિક શ્રમણ શ્રમણી ભગવંતો

આરાધક પરિચય પત્ર

પ્રથમ પ્રવેશ : વિ.સં.૨૦૮૩, કારતક વદ ૬, શનિવાર
29/11/2026
દ્વિતીય પ્રવેશ : વિ.સં.૨૦૮૩, કારતક વદ ૮, સોમવાર
01/12/2026
માળારોપણ : વિ.સં.૨૦૮૩, પોષ સુદ ૧૩ (દીક્ષાયુગ પ્રવર્તન દિન), બુધવાર
20/01/2027

પ્રણામ ! મારી ભાવના આપના દ્વારા આયોજિત વિ.સં.૨૦૮૩ના ઉપધાન તપમાં આરાધના માટે જોડાવાની છે. વિગતો આ સાથે જણાવી છે. મારું ફોર્મ સ્વીકારી સ્વીકૃતિ પત્ર પાઠવવાની કૃપા કરશોજી..

શ્રી સન્માર્ગ પરિવાર વતી, મુખ્ય લાભાર્થી તથા નિમંત્રક — માતુશ્રી દક્ષાબેન મુકેશભાઈ રમણલાલ શાહ ગવાડાવાળા પરિવાર.

આપની માહિતી વિશે

આ ફોર્મમાં આપ જે માહિતી ભરો છો — નામ, જન્મ તારીખ, સરનામું, મોબાઈલ, ફોટો, ઓળખનો પુરાવો અને શારીરિક તકલીફ — તે માત્ર ઉપધાન તપની વ્યવસ્થા માટે શ્રી સન્માર્ગ પરિવાર પાસે સચવાય છે.

ડિપોઝિટની ચુકવણી માટે આપનું નામ, મોબાઈલ અને ઈ-મેલ Razorpay ને મોકલવામાં આવે છે.

ઓળખનો પુરાવો અને ફોટો ઉપધાન પૂર્ણ થયા બાદ કાઢી નાખવામાં આવશે.

માહિતી કઢાવવી હોય તો ઉપર આપેલા વોટ્સએપ નંબર પર જણાવો.

તમે ભરો તેમ ફોર્મ આપોઆપ સચવાતું જાય છે.

તપ પસંદગી

આપ કયું ઉપધાન તપ કરવા ઈચ્છો છો ?

તમારી માહિતી

લિંગ

સંપર્ક

ફરજિયાત નથી. ચુકવણીની પહોંચ ઈ-મેલથી જોઈતી હોય તો જ લખો.

અભ્યાસ અને આરાધના

ન હોય તો ખાલી રાખો.

દીક્ષિત પરિવારજન

આપના પરિવારમાંથી કોઈ દીક્ષિત થયેલ છે ?

જેટલી ખબર હોય તેટલું જ લખો. બધું ભરવું ફરજિયાત નથી.

વ્યવસ્થા

શયન માટે પાટની જરૂર પડશે ? (વૈકલ્પિક)

(અકારણ પાટ વાપરવાથી દોષસેવન થાય છે.)

દસ્તાવેજ

ફોટો

ચહેરો સ્પષ્ટ દેખાય તેવો ફોટો. ગૅલેરીમાંથી પસંદ કરવો સૌથી સહેલો છે.

ફોટો આડો દેખાય તો "ફેરવો" દબાવો.

ઓળખનો પુરાવો

ફોટો અથવા PDF — બંને ચાલશે.

ફોટો આડો દેખાય તો "ફેરવો" દબાવો.

નિયમાવલી અને સંમતિ

ઉપધાન તપની ૧૪ નિયમાવલી વાંચો

ઉપધાન તપ નિયમાવલી

  1. ૧. દરેક વિધિ – અનુષ્ઠાનો ગુરુભગવંતોની આજ્ઞા મુજબ કરવાનાં રહેશે.
  2. ૨. ઉપધાન તપના પ્રવેશની ક્રિયામાં જોડાતા પૂર્વે આરાધકે પ્રતિક્રમણ, પડિલેહણ તથા જિનપૂજા કરવાની રહેશે.
  3. ૩. ૧૦ વર્ષની ઉપરની બહેનોએ સાડી કે ચણિયાચોળી પહેરવાં તથા માથે ઓઢવાનું ફરજિયાત રહેશે.
  4. ૪. નાના બાળકોને અથવા મોટા ભાઈઓને સિવેલા વસ્ત્રો પહેરી શકાશે નહીં.
  5. ૫. દરરોજ સવાર-સાંજ પ્રતિક્રમણ, પ્રવચન, દેવવંદન તથા અન્ય સામૂહિક આરાધનાઓમાં સાથે રહેવાનું રહેશે.
  6. ૬. નિયમિત દવાઓ તથા ડૉક્ટરની ફાઈલ સાથે રાખવી.
  7. ૭. સામાન જરૂર મુજબ જ લાવવો. બિનજરૂરી સામાન તથા જોખમી દાગીનાઓ સાથે લાવવા નહીં.
  8. ૮. ઉપધાન તપમાં કોઈ પણ સમયે લુંગી, બરમુડા, ગાઉન તથા અભદ્ર વસ્ત્રો પહેરવાની સખ્ત મનાઈ છે.
  9. ૯. ઉપધાન તપ દરમ્યાન ઘડિયાળ, મોબાઈલ વગેરે ઉપકરણો વાપરી શકાશે નહીં. સ્પીકર ફોન પર પણ અન્યના મારફતે વાતચીત થઈ શકશે નહીં.
  10. ૧૦. ઉપધાન પ્રવેશના દિવસે શ્રીફળ, માળ વાળાને ૨.૫ કિલો ચોખા, બાકીનાને ૬૫૦ ગ્રામ ચોખા, સાડાબાર રૂપિયા વગેરે આયોજકો આપશે માટે લાવવા નહીં.
  11. ૧૧. આરાધકોએ યથાવશ્યક વસ્ત્રો સાથે લાવવા. ઉપધાન તપમાં પ્રવેશ બાદ જરૂર પડે તો ત્રણ દિવસ સુધી જ નવું વસ્ત્ર લઈ શકાશે, તે પછી લઈ શકાશે નહીં.
  12. ૧૨. ઉપધાન તપ માટે જરૂરી ઉપકરણો જેવા કે ચરવળો, કટાસણું, મુહપત્તિ આદિ આરાધકે સાથે લઈને આવવાનું રહેશે, જેની યાદી સંમતિપત્રમાં આપવામાં આવશે.
  13. ૧૩. અઢારિયું, અટ્ઠાવીશું તથા પાંત્રીસુંના તમામ આરાધકોએ પૌષધ પારવાના દિવસે તથા માળના આરાધકોએ પૌષધ પારવાના દિવસે તેમ જ માળના દિવસે એમ બંને દિવસોએ રાત્રિ પૌષધ ફરજિયાતપણે ઉપધાન મંડપમાં જ કરવાનો રહેશે. માટે બહારગામથી પધારતા આરાધકોએ જવાની વ્યવસ્થા તે રીતે જ કરાવવી.
  14. ૧૪. પ્રથમ પ્રવેશમાં ઉપધાનમાં માળની આરાધનામાં જોડાનારનો બહાર નીકળવાનો દિવસ પોષ સુદ ૧૦, ૨૦૮૩, તા. ૧૮ જાન્યુઆરી, ૨૦૨૭ ના દિવસે થશે.

₹૫૦૦ ડિપોઝિટ

ફોર્મની સાથે રિફંડેબલ ડિપોઝીટના રૂપમાં રૂ.૫૦૦/- ભરવાના રહેશે. જો આપનું ફોર્મ પાસ નહીં થાય તો તે રકમ ઉપધાન પૂર્વે જ પરત કરવામાં આવશે. અને જો ફોર્મ પાસ થશે તો ઉપધાન પારણાં સમયે પરત કરવામાં આવશે.

રિફંડ કઈ રીતે મળશે?

આપની ડિપોઝિટ આપે જે બૅન્ક ખાતા, કાર્ડ કે UPI થી ચુકવણી કરી હશે, તે જ ખાતામાં પાછી જમા થશે — બૅન્ક મારફતે, સામાન્ય રીતે ૫ થી ૭ દિવસમાં.

આ રકમ કોઈ કમાણી માટે નથી લેવામાં આવી રહી, પરંતુ માત્ર સારા મેનેજમેન્ટ અને આરાધકની સચોટ માહિતી માટે છે. ઘણીવાર લોકો એકસાથે ઘણી જગ્યાએ ફોર્મ ભરી દે છે અને પછી આવતા નથી, જેનાથી મેનેજમેન્ટમાં મુશ્કેલી થાય છે. આ રકમ એ જ વ્યવસ્થાને સુચારુ રાખવા માટે છે.

  • તમારું ફોર્મ ત્યારે જ સબમિટ થયેલું ગણાશે જ્યારે રિફંડેબલ ડિપોઝિટની ચુકવણી થઈ જશે.
  • કોઈ પણ વ્યક્તિ પોતાની રિફંડેબલ ડિપોઝિટ અન્ય કોઈને ટ્રાન્સફર કરી શકતું નથી.
  • તમે ૧ નવેમ્બર પહેલા તમારું ફોર્મ કેન્સલ કરી શકો છો. ત્યારબાદ કેન્સલેશન પર જમા રકમ પરત કરવામાં આવશે નહીં.
  • જો કન્ફર્મેશન પછી તમે આવવા માટે અસમર્થ રહો, તો તમારી જમા રકમ 'સાધારણ ખાતા' માં ટ્રાન્સફર કરી દેવામાં આવશે અને તમને તેની રસીદ મળી જશે.
  • આપનું ફોર્મ પાસ થશે એટલે આપને સંમતિપત્ર મોકલવામાં આવશે, સંમતિપત્ર મેળવેલ આરાધકોને જ પ્રવેશ કરાવવામાં આવશે.

મારું ફોર્મ શોધો

આપના શહેરમાં સંપર્ક

નજીકના કાર્યાલય કે ભાઈને પણ પૂછી શકો છો.

મુંબઈ

  • નિખિલભાઈ (અમન ચૈમ્બર્સ) ઓપેરા હાઉસ 9821979258
  • ચેતનભાઈ (સૌભાગ્ય સુન્દર) ઝવેરી બજાર 8369019459

મુંબઈ ઉપનગર

  • મૌલિકભાઈ વોહેરા (FC/3) BDB 9819592522
  • શ્રી સન્માર્ગ પરિવાર કાર્યાલય મુલુંડ 9326118626
  • જૈનેશભાઈ ગોરેગાવ 9820498297
  • મહિપાલભાઈ બોરીવલી 9321665444

સૂરત

અમદાવાદ

  • ચેતનભાઈ ખાંડવલા વસંતકુંજ 9825048693
  • રમેશભાઈ સાબરમતી 9427029938

પુણે

કોલ્હાપુર

સોલાપુર

બેંગ્લોર

ચેન્નઈ

વડોદરા

દિલ્હી

દહાણુ

નવસારી

રાજકોટ

સુરેંદ્રનગર

બીજાપુર

ઈડર

કોલકાતા